જાન્યુઆરી 24, 2026 8:10 એ એમ (AM)

printer

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો

T20 ક્રિકેટ શ્રેણીની ગઈકાલે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો છે.
ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 208 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 15 ઓવર અને 2 બોલમાં ત્રણ વિકેટે 209 રન બનાવીને વિજયનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે અણનમ 82 રન જ્યારે ઇશાન કિશને 32 બોલમાં 76 રન કર્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. શ્રેણીની ત્રીજી મેચ આવતીકાલે ગુવાહાટીમાં રમાશે.