જાન્યુઆરી 2, 2026 8:53 એ એમ (AM)

printer

SIR-2026 હેઠળ આવતીકાલે અને રવિવારે મતદાન મથકો પર વિશેષ ઝુંબેશ હાથ ધરાશે

મતદાર યાદી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ-2026 હેઠળ આવતીકાલે અને રવિવારે જિલ્લાના તમામ મતદાન મથકો પર વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં નવા મતદાર તરીકે જોડાવવા માટે ફોર્મ નં 6, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ નં 7 અને નામ ટ્રાન્સફર તથા અન્ય સુધારા માટે ફોર્મ નં 8 ભરી શકાશે.અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી વિશેષ ઝુંબેશના દિવસો અને તે સિવાયના દિવસોના કુલ ત્રણ લાખ 98 હજાર ફોર્મ મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા આ ફોર્મની ચકાસણી કરી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદારો 18 જાન્યુઆરી સુધી સુધારા-વધારા માટે અરજી કરી શકશે