રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા-SIRની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે 50 હજાર 963 બૂથ સ્તરના અધિકારીઓ-BLO 5 કરોડ 8 હજાર મતદારોના મેપિંગ માટે કાર્યરત છે. SIR પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં 3 કરોડ 90 લાખ ગણતરી ફોર્મના વિતરણ સામે 2 કરોડ 17 લાખથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું છે. રૂબરૂ, મોબાઈલ એપ્લિકેશન તથા ઓનલાઈન ડેટાબેઝના માધ્યમથી નાગરિકોનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે.
BLO ગણતરી ફોર્મનું વિતરણ, મતદારને તેમના નામ અથવા સંબંધીઓના નામ સાથે મેચિંગ/ લિંકિંગમાં મદદ કરવી તથા નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરવા સહિતની કામગીરી સંભાળી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 11, 2025 7:33 પી એમ(PM)
SIR પ્રક્રિયા હેઠળ અત્યાર સુધી 2 કરોડ 17 લાખથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થયું