SIR ઝૂંબેશ અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લાના તમામ મત વિસ્તારોમાં આજે અને આવતીકાલે એન્યુમરેશન ફોર્મ જમા કરાવવા માટે ૫૦ સ્થળોએ વિશેષ કેમ્પ યોજાશે.મતદારો આજે બપોરે 12થી સાંજે 5 અને આવતીકાલે સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન વિશેષ કેમ્પનો લાભ લઈ શકાશે. જેને લઈ અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર વધુ માહિતી આપી રહ્યા છે.ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. આ કામગીરીમાં 89.28 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે.
Site Admin | નવેમ્બર 29, 2025 9:32 એ એમ (AM)
SIR ઝૂંબેશ અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લાના તમામ મત વિસ્તારોમાં આજે અને આવતીકાલે 50 સ્થળોએ વિશેષ કેમ્પ યોજાશે