ડિસેમ્બર 9, 2025 3:07 પી એમ(PM)

printer

SIR અંતર્ગત આણંદ જિલ્લામાં ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ ..

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત આણંદ જિલ્લામાં ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાના 15 લાખ 73 હજાર 254 મતદારોએ તેમના મતદાર ગણતરી પત્રકો સમય મર્યાદામાં જમા કરાવ્યા છે. આગામી 11 ડિસેમ્બર સુધી ગણતરી પત્રક જમા કરાવી શકાશે.