મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 100 ટકા ગણતરી પત્રક વિતરણ તથા સંકલનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો છે. પ્રાપ્ત થયેલ તમામ ગણતરી ફોર્મનું ડિજીટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારિકે કામગીરી જોડાયેલા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લામાં કુલ નોંધાયેલ 8 લાખ 58 હજાર 753 મતદારો પૈકી ગણતરી દરમિયાન 27 હજાર 25 મતદારો મૃત, 35 હજાર 427 સ્થળાંતરિત, 5 હજાર 298 ડુપ્લિકેટ, 4 હજાર 569 ગેરહાજર તથા 358 અન્ય કેટેગરીમાં મળી કુલ 72 હજાર 677 મતદારો “Uncollectable” શ્રેણીમાં નોંધાયા છે. આ મતદાતાઓની નોંધો દૂર કરવાની પ્રક્રિયા કાયદેસર રીતે હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મત ગણતરી ફોર્મ જમા કરાવાની અંતિમ તારીખ આવતીકાલ છે. SIRનો આ તબક્કો આવતા વર્ષે 14 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે પૂર્ણ થશે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 7:12 પી એમ(PM)
SIRની 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર અરવલ્લી રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો