ઓક્ટોબર 18, 2024 9:31 એ એમ (AM) | SAFF મહિલા ફૂટબોલ સ્પર્ધા

printer

SAFF મહિલા ફૂટબોલ સ્પર્ધામાં, ભારતે ગઈકાલે નેપાળના કાઠમંડુ ખાતે પાકિસ્તાનને 5-2થી હરાવ્યું

SAFF મહિલા ફૂટબોલ સ્પર્ધામાં, ભારતે ગઈકાલે નેપાળના કાઠમંડુ ખાતે પાકિસ્તાનને 5-2થી હરાવ્યું. ભારતીય સુકાની લોઇટોંગબમ આશાલતા દેવીની આ 100મી મેચ હતી. મેચમાં સ્ટ્રાઈકર નંગગોમ બાલા દેવીએ પોતાનો 50મો ગોલ કર્યો હતો. આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર છે.
ભારતની આગામી મેચ 23 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે થશે. ફાઈનલ 30 ઓક્ટોબરે રમાશે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. ગ્રુપ બીમાં યજમાન નેપાળ, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.