ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 17, 2024 2:30 પી એમ(PM) | ફૂટબોલ ચેમ્પિયનશિપ

printer

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે

SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024માં ભારત આજે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ નેપાળના કાઠમંડુમાં ભારતીય સમય મુજબ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે.
ભારત વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં છે જ્યારે ગ્રુપ Bમાં યજમાન નેપાળ, ભૂતાન, માલદીવ્સ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. તમામ મેચ કાઠમંડુના દશરથ રંગશાલા સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચ આ મહિનાની 30મીએ યોજાશે.