રાંચીમાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા.
મોરાબાદીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમ ખાતે ગેમ્સની શાનદાર શરૂઆત થઈ. પુરુષોની 5 હજાર મીટર દોડમાં ભારતના પ્રિન્સ કુમારે પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો.
મહિલાઓની 5 હજાર મીટર દોડમાં સંજના સિંહે સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે સીમાએ રજત ચંદ્રક જીત્યો.
પુરુષોના શોટ પુટમાં, સમરદીપ સિંહે 19.59 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ભારતના રવિ કુમારે રજત ચંદ્રક જીત્યો.
મહિલાઓના શોટપુટમાં, ભારતની દિનેશ વી. એ ૧૬.૧૪ મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો.
Site Admin | ઓક્ટોબર 25, 2025 7:42 એ એમ (AM)
SAFF ચેમ્પિયનશિપમાં ગઇકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા