ડિસેમ્બર 2, 2025 7:42 પી એમ(PM)

printer

S.I.R. મુદ્દે ઘર્ષણ યથાવત્ રહેતા સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. મુદ્દા પર ઘર્ષણ યથાવત્ રહેતા સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. S.I.R. અંગે ચર્ચાની વિરોધ પક્ષની માગ બાદ લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી અને પછી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.
લોકસભાની કાર્યવાહી બે વાગ્યે શરૂ થઈ તો વિરોધ પક્ષના સભ્યો ફરી ગૃહની વચ્ચે આવી ગયા અને S.I.R. સામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. દરમિયાન પીઠાસીન અધિકારીએ ગૃહ ચલાવવાનો પ્રયાસ કર્યો અને વિરોધ કરનારા સભ્યોને ગૃહ ચાલવા દેવા આગ્રહ કર્યો. વારંવાર અપીલ બાદ પણ વિરોધ ચાલુ રહેતા ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.
રાજ્યસભામાં જ્યારે પહેલી વાર સ્થગિત થયા બાદ બપોરે 2 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ ફરી કહ્યું, વિરોધ પક્ષના દળોની માગ મુજબ, સરકાર ચૂંટણીલક્ષી સુધારાઓ માટે તૈયાર છે.