નવેમ્બર 18, 2025 7:21 પી એમ(PM)

printer

S.I.R. પ્રક્રિયા હેઠળ રાજ્યના 99 ટકાથી વધુ મતદારોને ગણતરીપત્રક અપાયાં.

રાજ્યમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિથ શુક્લાએ કહ્યું, રાજ્યમાં બૂથ સ્તરના અધિકારી – BLO મતદારોને ઍન્યુમરૅશન ફૉર્મ એટલે કે, ગણતરી પત્રક આપશે. અત્યાર સુધી 99.6 ટકા મતદારોને આ પત્રક મળી ગયા છે. આગામી ચાર ડિસેમ્બર પહેલા આ તમામ પત્રક એકત્રિત કરાશે. જ્યારે નવમી ડિસેમ્બરે મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરાશે.
હાલ 50 ટકાથી વધુ એવા મતદાર કે, જેમના માતા-પિતા કે દાદાના નામ મળી ગયા હોય તે નવી યાદીમાં જોડવામાં આવ્યા છે.