રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે, દિલ્હીની એક અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન ગેરરીતિ કેસમાં આરોપો ઘડ્યા છે.
કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
રાઉઝ એવન્યુ અદાલતે આદેશ આપ્યો હતો કે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ, પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ અને અન્ય ઘણા આરોપીઓ સામે ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને ગુનાહિત ષડ્યંત્રનો પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે.
ખાસ ન્યાયાધીશે અવલોકન કર્યું કે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો એક ગુનાહિત સાહસ તરીકે અને એક વ્યાપક ષડયંત્રના ભાગરૂપે કાર્યરત હતા, જેમાં ભારતીય રેલવેમાં જાહેર નોકરીનો કથિત રીતે સ્થાવર મિલકતો મેળવવા માટે સોદાબાજીના સાધન તરીકે ઉપયોગ કરાયો હતો.
Site Admin | જાન્યુઆરી 9, 2026 1:59 પી એમ(PM)
RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે દિલ્હીની અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન કેસમાં આરોપો ઘડ્યા.