RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગઇકાલે સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 26મા ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો, તેમણે ભૌગોલિક રાજકીય તણાવ, આબોહવા પરિવર્તનની અસરો અને રાજકીય અનિશ્ચિતતાઓ દ્વારા અસરગ્રસ્ત ગતિશીલ વૈશ્વિક વાતાવરણમાં સ્થિરતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આરબીઆઈ નીતિ વિષયક બાબતોમાં સ્થિરતાને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે,. ગવર્નરે ઉલ્લેખ કર્યો હતો કે આરબીઆઈ નાણાકીય નિયમનકારો અને કેન્દ્ર અને રાજ્ય સરકારો સહિત વિવિધ હિસ્સેદારો સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે, જેથી ઔપચારિક નાણાકીય સમાવેશના લાભો દરેક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય
Site Admin | ડિસેમ્બર 11, 2024 7:40 પી એમ(PM)
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો
