રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કર્યો છે. આજે મુંબઈમાં આ જાહેરાત કરતા, RBI ગવર્નરે જણાવ્યું કે, છ સભ્યોની સમિતિની સર્વ સંમતિથી આ નિર્ણય લેવાયો હતો.
નિર્ણયોની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નરે જણાવ્યું કે, સમિતિ એ
2025-26માં GDP વૃદ્ધિનું અનુમાન 6.7 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરવાનો પણ નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે, 2025-26 માં ફુગાવો 4 ટકા રહેવાની ધારણા છે. MPC ની બેઠક 7, 8 અને 9 એપ્રિલના રોજ મુંબઇમાં મળી હતી.
Site Admin | એપ્રિલ 9, 2025 2:09 પી એમ(PM)
RBI એ તેના પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કર્યો