એપ્રિલ 3, 2025 3:19 પી એમ(PM)

printer

PMJAYની 12મી ગવર્નિંગ બોડીની બેઠક આજે ગાંધીનગરમાં મળી

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના PMJAYની 12મી ગવર્નિંગ બોડીની બેઠક આજે ગાંધીનગરમાં મળી હતી.
નવી શરુ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી.
PMJAY અંગે માહિતી અને જાણકારી મેળવવા આ હેલ્પલાઇનનો ઉપયોગ વધ્યો છે. ત્રણ મહિનામાં 10 હજાર જેટલાં કોલ આવ્યા છે. બેઠકમાં આરોગ્ય સચિવ તથા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.