PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચોવીસ કલાકની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.
હેલ્પલાઇન નંબર “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” પર મળેલી ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ ઓફિસર તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.
દર્દીને ફરિયાદના સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે. આ હેલ્પલાઇનમાં ચોવીસ કલાક ટોલ ફ્રી નંબર, યોજનાકીય માહિતી, કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી, કાર્ડ બેલેન્સ, હોસ્પિટલોની માહિતી જેવી સુવિધા પણ છે.
Site Admin | માર્ચ 2, 2025 7:31 પી એમ(PM) | PMJAY-મા યોજના
PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચોવીસ કલાકની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.