રાજ્યના આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY માઁ યોજના હેઠળ ગેરરીતિ કરનારી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું, કાર્ડિયોલૉજી અને કાર્ડિઓ-વાસ્ક્યૂલર થૉરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની J.C..C. હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
તેમજ આ હૉસ્પિટલને 105 કાર્ડિયાક પ્રોસિઝરમાં ગેરરીતિ બદલ છ લાખ રૂપિયાથી વધુનો દંડ કરાયો છે. આ ઉપરાંત ડૉક્ટર પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ એટલે કે ફરજમોકૂફ કરાયા છે.
Site Admin | નવેમ્બર 13, 2025 2:34 પી એમ(PM)
PMJAY માઁ યોજના હેઠળ ગેરરીતિ કરનારી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી