ડિસેમ્બર 17, 2025 7:00 પી એમ(PM)

printer

PM-KUSUM યોજના હેઠળ રાજ્યમાં ફાળવાયેલા ભંડોળમાં છેલ્લા ચાર વર્ષમાં 2 હજાર 843 ટકાનો વધારો.

રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન-PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨ લાખ ૨૮ હજાર ૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે.
આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.પીએમ-કુસુમ એ માંગ-આધારિત યોજના છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત થયેલી માંગ અને દર્શાવેલી પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.