મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે રાજ્ય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” યોજાશે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી વર્ચ્યુઅલી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો 20મો હપ્તો છૂટો કરશે.પીએમ કિસાનના 20મા હપ્તા હેઠળ રાજ્યના 52 લાખ 16 હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર 118 કરોડ રૂપિયાથી વધુની રકમ તેમના બેન્ક ખાતામાં ચૂકવાશે. ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત પણ કરાશે. રાજ્યની ગ્રામ પંચાયતો અને ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ પીએમ કિસાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં આશરે અઢી લાખથી વધુ ખેડૂતો જોડાશે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 9:24 એ એમ (AM)
P.M. કિસાનના 20મા હપ્તા હેઠળ રાજ્યના 52 લાખ 16 હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર 118 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવાશે