ડિસેમ્બર 18, 2025 9:15 એ એમ (AM)

printer

OTTની સામગ્રી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધિકારક્ષેત્રની બહાર – કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું કે OTT મંચ પર રજૂ કરાતી સામગ્રી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધિકારક્ષેત્રની બહાર રહેશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. મુરુગને જણાવ્યું કે OTT સામગ્રી માહિતી ટેકનોલોજી મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા નીતિશાસ્ત્ર સંહિતા નિયમો, 2021ના ભાગ 3ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. બીજા એક પ્રશ્નના જવાબમાં, ડૉ. મુરુગને જણાવ્યું કે સરકારની નીતિઓનો ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકો સહિત સામગ્રી વપરાશકર્તાઓ માટે સલામત, વિશ્વસનીય અને જવાબદાર ઇન્ટરનેટ સુનિશ્ચિત કરવાનો છે. તેમણે જણાવ્યું કે સરકાર દેશમાં ઇન્ટરનેટ કોઈપણ ગેરકાયદેસર સામગ્રી અથવા માહિતીથી મુક્ત છે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે.