કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA વર્ષ 2025થી માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટેની પરિક્ષા જ લેશે. એનટીએ ભર્તી પરિક્ષા નહીં લે.આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પ્રધાને જણાવ્યં કે, સરકાર 10 નવા હોદ્દાઓ ઊભા કરીને રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાનું માળખું બદલવાની યોજના ધરાવે છે.તેમણે જણાવ્યું કે, NEET UG ને ઓનલાઇન અથવા પેન એન્ડ પેપર ફોર્મેટમાં હાથ ધરવી તે મુદ્દે આરોગ્ય મંત્રાલય સાથે મંત્રણા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં પ્રતિ બાળક ખર્ચમાં 130 ટકાનો વધારો થયો છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 7:22 પી એમ(PM)
NTA વર્ષ 2025થી માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટેની પરિક્ષા જ લેશે :કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
