કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી,NTA આગામી વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે માત્ર સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ જ લેશે અને કોઈ ભરતી પરીક્ષાઓ યોજશે નહીં. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ત્રૂટી મુક્ત પરીક્ષાઓ યોજવાનો અને જવાબદારી નક્કી કરવાનો આ નવો અભિગમ છે. શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય મંત્રાલયો તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG પેન-એન્ડ-પેપર મોડમાં કે ઓનલાઈન મોડમાં લેવા અંગે વિચારણા કરી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે, NEET-UG માટેની વિગતવાર મોડલિટી 2-3 અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે CUET-UG વર્ષમાં એક વખત યોજવાનું ચાલુ રહેશે. શિક્ષણ મંત્રીએ પરીક્ષાના સરળ અને ન્યાયી સંચાલન અને NTAને મજબૂત કરવા માટે ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિની ભલામણો શેર કરી હતી.
Site Admin | ડિસેમ્બર 18, 2024 2:59 પી એમ(PM)
NTA આગામી વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે માત્ર સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ જ લેશે અને કોઈ ભરતી પરીક્ષાઓ યોજશે નહીં
