ઓગસ્ટ 1, 2025 7:36 પી એમ(PM)

printer

NIA એ 2015 ના ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપીની બે સ્થાવર મિલકતો ટાંચમાં લીધી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા (NIA) એ 2015 ના ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી મોહમ્મદ યુનુસ ઉર્ફે માંજરોની બે સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી કરીને, NIA એ અમદાવાદમાં NIA ની વિશેષ અદાલતના આદેશ પર આ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ભરૂચ શહેરમાં સ્થિત અંદાજે 144 ચોરસ મીટરનું એક રહેણાંક મકાન અને તેની બાજુની 29 ચોરસ મીટર જેટલી જમીનનો સમાવેશ થાય છે.
નવેમ્બર 2015 માં શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રી આ બે ભાજપ નેતાઓની હત્યાના મામલે કથિત ભૂમિકા બદલ મોહમ્મદ યુનુસની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ ડબલ મર્ડર કેસમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ ધરાવતા ડી-કંપની નેટવર્કની સંડોવણી સામે આવી હતી.