રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગઈકાલે જમ્મુની ખાસ NIA કોર્ટમાં 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને તેના સહયોગી, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સહિત સાત આરોપીઓને આતંકવાદી સંગઠન તરીકે ચાર્જશીટ કર્યા છે. NIAએ ચાર્જશીટમાં કહ્યું છે કે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ અને TRFના વડા હબીબુલ્લાહ મલિક, જેને સાજિદ જટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે 22 એપ્રિલના રોજ પહેલગામના બૈસરન ઘાસના મેદાનોમાં થયેલા હુમલાનું કાવતરૂ ઘડવામાં સામેલ હતા. 1,597 પાનાની ચાર્જશીટમાં પાકિસ્તાની આતંકવાદી હેન્ડલર સાજિદ જટ્ટનું પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 9:21 એ એમ (AM)
NIA એ કોર્ટમાં 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી