રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં દિલ્હીમાં કાશ્મીરી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. રાશિદે આત્મઘાતી બોમ્બર ઉમર નબી સાથે મળીને આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા અને લગભગ 25 અન્ય ઘાયલ થયા હતા.NIA એ જણાવ્યું હતું કે હુમલામાં સામેલ કાર આમિરના નામે નોંધાયેલી હતી. આતંકવાદ વિરોધી એજન્સીએ નબીનું બીજું વાહન પણ જપ્ત કર્યું છે. આ કેસમાં પુરાવા માટે વાહનની તપાસ કરવામાં આવી રહી છે. NIA એ અત્યાર સુધીમાં 73 સાક્ષીઓની પૂછપરછ કરી છે, જેમાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.તપાસ એજન્સી દિલ્હી પોલીસ, જમ્મુ અને કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ, ઉત્તરપ્રદેશ પોલીસ અને વિવિધ સહયોગી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે.
Site Admin | નવેમ્બર 17, 2025 9:01 એ એમ (AM)
NIAએ લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં દિલ્હીમાં કાશ્મીરી આમિર રાશિદ અલીની ધરપકડ કરી