પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને કથિત રીતે આશ્રય આપવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. NIAએ એક નિવેદનમાં જણાવ્યું કે, બટકોટના પરવેઝ અહમદ જોથર અને પહલગામના હિલ પાર્કના બશીર અહમદ જોથરે હુમલામાં સામેલ ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે.
એજન્સીએ જણાવ્યું કે, આરોપીઓએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિકો હતા. NIAના જણાવ્યા અનુસાર, પરવેઝ અને બશીરે હુમલા પહેલા જાણી જોઈને ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને હિલ પાર્કમાં એક ઝૂંપડીમાં આશ્રય આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે, ધરપકડ કરાયેલા લોકોએ આતંકવાદીઓને ખોરાક, આશ્રય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી. NIAએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ બંનેની ધરપકડ કરી છે.
Site Admin | જૂન 22, 2025 1:12 પી એમ(PM)
NIAએ પહેલગામ હુમલાના આતંકવાદીઓને શરણ આપનારા બે લોકોની ધરપકડ કરી