નવેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)

printer

NIAએ દિલ્હીમાં થયેલા વિસ્ફોટ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – NIAએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી છે. NIAએ ગઈકાલે સાંજે ઉત્તર દિનાજપૂર જિલ્લાના ઈસ્લામપુર ગામમાંથી નૂર આલમની અટકાયત કરી છે.
નૂર આલમ ઉત્તર દિનાજપૂર જિલ્લાનો સ્થાનિક હોવાનું જણાયું છે અને તે ફરિદાબાદમાં આવેલી અલ-ફલાહ વિશ્વ-વિદ્યાલયનો વિદ્યાર્થી છે. પોલીસના જણાવ્યા મુજબ, તે લગ્ન સમારોહ માટે આ ગામમાં આવ્યો હતો.