ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 15, 2025 9:50 એ એમ (AM)

printer

NFSU દેશભરમાં વધુ નવ પરિસરની સ્થાપના કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આરોપી અને ફરિયાદી બંને સાથે અન્યાય ન થાય તે માટે ન્યાયસહાયક વિજ્ઞાનને ફોજદારી ન્યાય પ્રણાલિનો ભાગ બનાવવો મહત્વનો છે. નવી દિલ્હી ખાતે ગઈકાલે ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય- N.F.S.U. દ્વારા આયોજિત અખિલ ભારતીય ન્યાયસહાયક વિજ્ઞાન સંમેલનને સંબોધતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, સીમાહિન ગુનાઓને રોકવા ન્યાયસહાયક વિજ્ઞાનનો ઉપયોગ જરૂરી છે.દરમિયાન N.F.S.U.ના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે કહ્યું, પાંચ અભ્યાસક્રમથી શરૂ થયેલી આ વિશ્વ-વિદ્યાલયમાં શૈક્ષણિક અભ્યાસક્રમની સંખ્યા 72 થઈ છે. NFSU ટૂંક સમયમાં દેશભરમાં વધુ નવ પરિસર સ્થાપશે, જેનાથી NFSUના કુલ પરિસરની સંખ્યા 19 જશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ