ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 25, 2025 2:52 પી એમ(PM)

printer

NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો

NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ANTF યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે કડક કાર્યવાહી થશે.
આ નવા બનનારા એકમ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ એકમમાં એક એસ.પી., ૬ ડીવાયએસપી અને ૧૩ પીઆઇ સહિત કુલ ૧૭૭નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.
આ નવા એકમ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.