પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે સરહદી અને પૂર્વીય ક્ષેત્રમાં ભારે વસ્તી વિષયક પરિવર્તન સંકટ વિશે વાત કરી. તેમણે આ સમસ્યાના ઉકેલ માટે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલ ડેમોગ્રાફિક મિશનનો ઉલ્લેખ કર્યો.શ્રી મોદીએ મત બેંકની રાજનીતિ માટે ઘુસણખોરોને બચાવવાનો પ્રયાસ કરવા બદલ વિપક્ષી ગઠબંધનની ટીકા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ખાતરી આપે છે કે ઘુસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર દેશ તેના પરિણામો જોશે.પ્રધાનમંત્રીએ ગઈકાલે બિહારમાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં નવનિર્મિત પૂર્ણિયા હવાઈમથક, રાષ્ટ્રીય મખાના બોર્ડ, ભાગલપુરમાં બે હજાર 400 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેક્ટ, કોસી-મેચી આંતર-રાજ્ય નદી જોડાણ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, વિવિધ રેલ પ્રોજેક્ટ્સ અને નવી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનોના પ્રસ્થાન કરાવવાનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 9:07 એ એમ (AM)
NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
