ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 18, 2025 7:45 પી એમ(PM)

printer

NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આવતીકાલે બિહારના પટનામાં બેઠક-ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે

બિહારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે બેઠક કરશે. પાંચ ઘટક પક્ષો – ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા – ના 202 NDA ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર બિહારમાં NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાય તેવી શક્યતા છે. ત્યારબાદ NDA વિધાનસભા પક્ષના નેતા રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
આ પહેલા, ભાજપ અને JD(U) અલગ-અલગ બેઠકોમાં તેમના વિધાનસભા પક્ષના નેતાઓની પસંદગી કરશે. આ બેઠકો પણ આવતીકાલે થવાની શક્યતા છે.