મે 25, 2025 7:38 પી એમ(PM)

printer

NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન- NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ આજે નવી દિલ્હીમાં એક દિવસની બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. ભાજપના સુશાસન વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં સુશાસનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. NDA શાસિત તમામ 20 રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ અને 18 નાયબ મુખ્યમંત્રીઓએ સુશાસનના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં બે ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા,
આ પરિષદમાં, નેતાઓએ વિવિધ NDA શાસિત રાજ્ય સરકારો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓની પણ ચર્ચા કરી. આ પ્રસંગે, સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમની વિવિધ પહેલો પર માહિતી આપી હતી. બેઠકમાં આગામી કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી.