જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આજે સવારે સાડા 11 વાગ્યે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે. નીતિશ કુમારને ગઈકાલે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.પટણામાં ગઠબંધનના પાંચ ઘટક પક્ષોના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સંયુક્ત બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં NDAએ 243 માંથી 202 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો હતો.અગાઉ, ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા જ્યારે વિજય સિંહાને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
Site Admin | નવેમ્બર 20, 2025 7:28 એ એમ (AM)
NDAના ધારાસભ્ય દળના નેતા નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે