કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ-NCDC સહકારી સંસ્થાઓને સશક્ત બનાવવા અને તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક મજબૂત માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે.શ્રી શાહે ગઈકાલે નવી દિલ્હીમાં NCDCની 92મી સામાન્ય પરિષદ બેઠકને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ખાંડ મિલો અને ડેરી ક્ષેત્રમાં વર્તુળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેનો સીધો લાભ ખેડૂતોને થશે. તેમણે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં NCDCની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જેનાથી ડ્રાઇવરોને ઘણો ફાયદો થશે.તેમણે ઉમેર્યું હતું કે નવી બહુ-રાજ્ય સહકારી સોસાયટીની નોંધણી કરવામાં આવી છે, અને ટેકનોલોજીકલ વિકાસ સાથે ડ્રાઇવર નોંધણી પ્રગતિ હેઠળ છે. શ્રી શાહે જણાવ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં NCDC દ્વારા સહકારી સંસ્થાઓને અપાતી નાણાકીય સહાય ચાર ગણી વધીને 95 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ છે.
Site Admin | નવેમ્બર 20, 2025 8:04 એ એમ (AM)
NCDC સહકારી સંસ્થાઓને સશક્ત બનાવવા અને તેમને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક મજબૂત માધ્યમ- કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ