નેશનલ બૂક ટ્રસ્ટ – NBT અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલથી આઠમી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે.
અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, આ વર્ષે પહેલી વાર અમદાવાદ નેશનલ બુક ફેર NBTના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ બુક ફેસ્ટિવલ તરીકે યોજાશે.
આ મહોત્સવમાં એક હજારથી વધુ પ્રકાશકો ઉપરાંત ખ્યાતનામ લેખકો પણ ભાગ લેશે. મહોત્સવમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુ.એ.ઈ. જેવા દેશોના લેખકો તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો વાચકો સાથે સીધો સંવાદ કરશે. આ અંગે NBTના મેનેજર સેલ્સ અમિતસિંહે માહિતી આપી હતી.
NBT અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે