નવી દિલ્હીમાં આજે સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનનો પરિચય કરાવીને તેમનું સન્માન કર્યું.
બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શ્રી મોદીએ વિરોધપક્ષના સભ્યો સહિત તમામ સાંસદોને શ્રી રાધાકૃષ્ણનને સર્વસંમતિથી ચૂંટવા અપીલ કરી હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન ઈન્ડિ ગઠબંધનનાં ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે બી. સુદર્શન રેડ્ડીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી છે.
Site Admin | ઓગસ્ટ 19, 2025 2:21 પી એમ(PM)
N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સર્વસમંતિથી ચૂંટવા સાંસદોને પ્રધાનમંત્રીની અપીલ
