રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 86 હજાર 418 કરોડ રૂપિયાના મૂડી રોકાણ સાથે 3 લાખ 98 હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ પહેલ અંતર્ગત એક લાખ 10 હજાર લાખ જેટલા MSME એકમોની નોંધણી સાથે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટર વિકાસ-માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ 1511 એકમોને કુલ 30 કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે. માત્ર વર્ષ 2024-25માં જ રાજ્યમાં 42 હજાર 774 કરોડથી વધુના રોકાણ દ્વારા એક લાખ 65 હજાર કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 21 હજાર કરતાં વધુ એકમોને 958 કરોડ રૂપિયા જેટલી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 7:21 પી એમ(PM)
MSMEમાં ગુજરાત અગ્રેસર – રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ લાખ 98 હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન થયું