સંસદની સંયુક્ત સમિતિ – JPCના સભ્ય એવા વિપક્ષી સાંસદો આજે વક્ફ સુધારા ખરડો 2024 મામલે આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમની કચેરીમાં મળ્યા હતા.
માધ્યમો સાથે વાત કરતાં તૃણમુલ કૉંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ કહ્યું, JPCના અધ્યક્ષ વિપક્ષના સભ્યોની વાત નથી સાંભળી રહ્યા અને ઝડપથી અહેવાલ ન આપી શકાય. આ બંને મુદ્દા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને જણાવવામાં આવ્યા છે. શ્રી બેનરજીએ ઉંમેર્યું, લોકસભા અધ્યક્ષે વિપક્ષના સભ્યોને અહેવાલ સુપરત કરવાનો સમય લંબાવવા આશ્વાસન આપ્યું હતું.
Site Admin | નવેમ્બર 25, 2024 2:30 પી એમ(PM)
JPCના સભ્ય એવા વિપક્ષી સાંસદો આજે વક્ફ સુધારા ખરડો 2024 મામલે આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમની કચેરીમાં મળ્યા
