ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 19, 2025 7:55 પી એમ(PM)

printer

JDUના અધ્યક્ષ નીતિશ કુમારને બિહારમાં NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા

જનતા દળ યુનાઇટેડ – JDUના અધ્યક્ષ નીતિશ કુમારને આજે બિહારમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા. આ નિર્ણય પટનામાં ગઠબંધનના પાંચ ઘટક દળના નવનિયુક્ત ધારાસભ્યોની સંયુક્ત બેઠકમાં લેવાયો.
N.D.A.એ તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવી છે. સાથે જ NDA 243 સભ્યના ગૃહમાં 202 બેઠક જીતી સત્તામાં પરત આવ્યું છે. આ પહેલા ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને પાર્ટી ધારાસભ્ય દળના નેતા તરીકે અને વિજય સિન્હાને ઉપનેતા તરીકે પસંદ કરાયા.
જનતા દળ યુનાઈટેડના નેતા નીતિશ કુમાર આવતીકાલે 10-મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેશે.