સપ્ટેમ્બર 9, 2025 2:21 પી એમ(PM)

printer

ISROના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, તમામ ભારતીય ઉપગ્રહો 24 કલાક કાર્યરત હતા

ISROના ચેરમેન વી. નારાયણને કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, તમામ ભારતીય ઉપગ્રહોએ ચોવીસ કલાક કાર્યરત રહી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી હતી.
નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા, શ્રી નારાયણને જણાવ્યું કે, ISRO ભારતનૂ ટેકનોલોજીકલ ક્ષેત્રને તમામ પાસાંઓથી મજબૂત બનાવી રહ્યું છે, સ્થાનિકીકરણ અને ટેકનોલોજી ટ્રાન્સફરને વેગ આપી રહ્યું છે, અને દેશને વૈશ્વિક અવકાશ અગ્રણી તરીકે પ્રસ્થાપિત કરવા માટે અવકાશ ઉદ્યોગસાહસિકતાને આગળ ધપાવી રહ્યું છે.