ભારતીય રેલ્વે નાણાકીય કોર્પોરેશન-IRFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ કુમાર દુબેએ જણાવ્યું છે કે IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી દુબેએ જણાવ્યું હતું કે ભારત અમૃત કાળમાં 10 ટ્રિલિયન અમેરીકન ડોલરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. IRFC માળખાગત સુવિધાઓના વિકાસ અને આધુનિકીકરણ માટે સંસાધનો એકત્ર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
Site Admin | માર્ચ 5, 2025 7:35 પી એમ(PM) | IRFC
IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે