IPL ટી-20 ક્રિકેટમાં, આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો થશે. સાત મેચમાંથી પાંચ જીત સાથે ગુજરાત 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે કોલકાતા ત્રણ જીત અને ચાર હાર સાથે સાતમા સ્થાને છે.
ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને નવ વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 177 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા, મુંબઇ ઇન્ડિયન્સે ચાર ઓવર અને બે બોલ બાકી હતા, ત્યારે માત્ર એક વિકેટ ગુમાવીને 177 રન બનાવીને મેચ જીતી લીધી. 45 બોલમાં 76 રન બનાવનાર રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયાં.
Site Admin | એપ્રિલ 21, 2025 2:49 પી એમ(PM)
IPLમાં, આજે કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે મુકાબલો.
