ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 9:03 એ એમ (AM)

printer

IPL ટી-20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યું

ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL ટી-20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું હતું.199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, કોલકાતા નાઈટ રાઇડર્સ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 159 રન જ બનાવી શકી હતી. સુકાની અજિંક્ય રહાણે કોલકાતા માટે અડધી સદી ફટકારી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 198 રન બનાવ્યા હતા. સુકાની શુભમન ગિલે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સાઈ સુદર્શને 52 રનનું યોગદાન આપ્યું હતું. ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ગુજરાત 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે કોલકાતા છ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.આજે લખનૌમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની છે. દિલ્હી હાલમાં બીજા સ્થાને છે, જ્યારે લખનૌ પાંચમા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ