IPL ક્રિકેટમાં ગઈકાલે લખનૌમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 227 રન બનાવ્યા. બેંગ્લોરની ટીમે 18 ઓવર અને ચાર બોલમાં ચાર વિકેટે 230 રન બનાવીને મેચ જીતી લીધી. બેંગ્લોરના કેપ્ટન જીતેશ શર્માએ અણનમ 85 રન બનાવ્યા. જ્યારે વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા. જીતેશ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રોયલ ચેલેન્જર્સ અને પંજાબ કિંગ્સ આવતીકાલે પ્રથમ ક્વોલિફાયર મેચમાં એકબીજા સામે ટકરાશે. ત્રીજા સ્થાને રહેલ ગુજરાત ટાઇટન્સ શુક્રવારે એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. IPLની બીજી ક્વોલિફાયર મેચ પહેલી જૂને રમાશે અને અંતિમ મેચ ત્રીજી જૂને રમાશે.
Site Admin | મે 28, 2025 9:24 એ એમ (AM)
IPL ક્રિકેટમાં આવતીકાલથી ક્વોલિફાયર મેચો રમાશે – પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ અને પંજાબ કિંગ્સનો મુકાબલો
