IPL ક્રિકેટ સ્પર્ધા એક અઠવાડિયા બાદ આજથી ફરી શરૂ થશે. આજે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ બેંગલુરુમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે નવ મેના રોજ IPL સ્પર્ધા સ્થગિત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. મોહાલી અને ધર્મશાલામાં કોઈ મેચ નહીં રમાય. આ ઉપરાંત, ફાઇનલ જે 25 મેના રોજ યોજાવાની હતી તે હવે ત્રણ જૂનના રોજ યોજાશે. પ્લેઓફ સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે.
Site Admin | મે 17, 2025 8:45 એ એમ (AM)
IPL ક્રિકેટનો આજથી ફરી પ્રારંભ થશે
