IPLમાં, ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે, રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું.
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ 70 રન બનાવ્યા જ્યારે દેવદત્ત પડિકલે 50 રન બનાવ્યા હતા.
જવાબમાં રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 194 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 49 રન બનાવ્યા અને ધ્રુવ જુરેલે 47 રનનું યોગદાન આપ્યું હતું.
રોયલ ચેલેન્જર્સ તરફથી જોશ હેઝલવુડે 4 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ ચેન્નાઈના એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
Site Admin | એપ્રિલ 25, 2025 8:27 એ એમ (AM)
IPL T20 ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું
