માર્ચ 30, 2025 2:21 પી એમ(PM)

printer

IPL T-20 ક્રિકેટમાં આજે બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે

IPL T-20 ક્રિકેટમાં આજે વિશાખાપટ્ટનમમાં બપોરે સાડા ત્રણ વાગે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે.
અન્ય એક મેચમાં ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગ્યે થશે. બંને ટીમો તેમની તાજેતરની મેચોમાં હારનો સામનો કર્યા બાદ આ મેચ જીતવા પ્રયત્ન કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ બીજા સ્થાને છે. અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 36 રનથી જીત મેળવ્યા બાદ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.