આઇપીએલ ટી-20 ક્રિકેટમાંઆજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ ટકરાશે.હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાનારી મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. ગઈ કાલે દિલ્હી કેપિટલ્સે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું હતું. લખનૌના એકાનાસ્ટેડિયમ ખાતે 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીએ2 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા.અગાઉ, બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20ઓવરમાં છ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. દિલ્હીહાલમાં બીજા સ્થાને છે, જ્યારે લખનૌ પાંચમા સ્થાને છે.
Site Admin | એપ્રિલ 23, 2025 1:57 પી એમ(PM)
IPL માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો.
