એપ્રિલ 25, 2025 2:02 પી એમ(PM)

printer

IPL, ટી 20માં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

IPLમાં, આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો તેમની આઠ મેચમાંથી માત્ર બે જ મેચો જીતી હોવાથી પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેનાં ક્રમે છે.
ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે, રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ 70 રન બનાવ્યા
જવાબમાં રાજસ્થાન રોયલ્સ 9 વિકેટ ગુમાવીને 194 રન જ બનાવી શકતા તેનો પરાજય થયો હતો. 4 વિકેટ લેનાર જોશ હેઝલવુડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયાં