ગઈકાલે IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હાર આપી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 205 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સ નવ વિકેટે માત્ર 155 રન જ બનાવી શક્યું. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 67 રન કર્યા. જ્યારે પંજાબ કિંગ્સ તરફથી નેહલ વાઢેરાએ સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ લીધી. આર્ચરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.અન્ય એક મેચમાં, દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રને હરાવ્યું. દિલ્હીના 184 રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફક્ત 158 રન જ બનાવી શક્યું. સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે હૈદરાબાદમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે. ગુજરાત, ત્રણ મેચમાંથી બે જીત સાથે, પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે હૈદરાબાદ, ચાર મેચમાંથી ફક્ત એક જીત સાથે, ટેબલમાં સૌથી નીચે છે.
Site Admin | એપ્રિલ 6, 2025 9:34 એ એમ (AM)
IPL ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હાર આપી
